મોજની શોધમાં: સામુદાયિક મનોરંજન સાથે તહેવારોની ઉજવણીઓ કરી શકાય
2 થી 90 વર્ષનાં વયજૂથની હાલની પરિસ્થિતિ:
મહદઅંશે દરેક વ્યક્તિ સમુદાયમાં સારુ જીવન જીવી રહ્યા છે. રોજિંદી બિન ઉત્પાદક પ્રવૃત્તિઓ, પ્રેમનો અભાવ, એકલતાનો દરેક વ્યક્તિ એક યા બીજી રીતે અનુભવ કરી રહ્યું છે. ત્યારે બીજા સમુદાયના લોકો પોતાને મનોરંજન પૂરું પાડવા રજાના દિવસો યોગ્ય આયોજન કરી શકે છે અને વાનગીઓનો સ્વાદ લઈ બનાવી પોતાની જાતને ખુશ કરે છે. દરેક કોઈ ને કોઈ અવનવી વસ્તુની શોધમાં રોમાંચિત રહે છે. જીવનમાં અતિશય કામ ને કામ અને બોજાને ભાગરૂપે હતાશાનો પણ અનુભવ કરે છે. જીવન માં સખત ભાર વધી હરીફાઈ અને ઈર્ષ્યાનું પ્રમાણ પણ વધ્યું છે. સામાજિક પ્રતિષ્ઠાને જાળવી રાખવા લોકો માધ્યમોનો ઉપયોગ કરી પોતાની જાતને ખુશ બતાવવા માંગે છે. પરંતુ આંતરિક રીતે તેઓ નિરાશાનો અનુભવ કરી રહ્યા છે. દરેક વ્યક્તિ કંઈક ને કંઈક નવું કરી શકાય એની શોધમાં જ હોય છે. ઘણા લોકો વિદેશ જઈને પણ નવી નવી રીતે રજાઓ કેવી રીતે માણી શકાય તેના પ્રયત્નમાં રહે છે. આમ સતત સુખની શોધમાં ને શોધમાં તેઓ તાણનો અનુભવ કરે છે.
મુખ્ય સમસ્યા:
કપોળ સમુદાયના લોકોને કેવી રીતે મદદ કરી શકાય કે ખુશી મેળવવા માટે સામુદાયિક ઉત્સાહ અને સેવા ભાવના કેળવવી જોઇએ. તેઓને નિ:સ્વાર્થ સેવા તરફ પ્રેરિત કરવા પ્રોત્સાહન આપવું કેવી રીતે શક્ય બને ?
શક્ય નિરાકરણો અને સૂચનો:
જીવનના અંત સુધી ચાલે તેવા શોખને વિકસાવવા અને સામાજિક સેવા-ભાવના અને જીવનનો એક યોગ્ય દિશા તરફ પ્રયાણ કરવા માટે કટિબદ્ધ રહેવું. એકજૂથ બની સેવાભાવના તરફ આગળ વધે તો જ સમુદાયનું હીત જળવાઈ રહે છે.
સાકાર ટ્રસ્ટ મફત સંસાધનો:
કપોળ સમુદાયના સભ્યો અને આગેવાનોને અહીંયા યથા યોગ્ય અને ઉચિત નિવારણ અને સૂચનો સાથે સંસ્થા આવકારે છે.
ધ્યાન અને સાધના શીખવા રસમય બોધિ કાર્યક્રમ , આનંદ અને સર્જનાત્મક પ્રવૃત્તિને વિકસાવવા ‘દિલ કી સુનો’ કાર્યક્રમ, પછાત ગામડામાં અભ્યાસ અને યોગ્ય ઘડતર મળી રહે એ માટે વિદ્યા યોગ કાર્યક્રમમાં ભાગ લેવો જરૂરી છે.