સંસ્કૃતિ, જીવનના મૂલ્યો અને પરંપરા – ૨ થી ૧૨ વર્ષની હાલની પરિસ્થિતિ:
જીવનનું મૂલ્ય એટલે જીવનમાં શેની અગત્યતા વધારે હોય. કપોળ સમુદાય સંગઠિત સમુદાય છે. જેથી મુલ્ય ઘડતર એક કૌટુંબિક જવાબદારીનો જ ભાગ છે. યોગ્ય ભણતર, કૌટુંબિક ફાળો, ઈશ્વરમાં શ્રદ્ધા આ મુખ્ય મૂલ્યો ઘરમાં જ શીખવવામાં આવે છે. આ મૂલ્યો હવે કડી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. અત્યારે મોટાભાગના કપોળ સમુદાયનાં બાળકો નાનપણથી જ મોબાઈલ ફોન લેપટોપ સાથે પોતાની જાતને વ્યસ્ત બનાવી દે છે. કપોળ સમુદાયના મા-બાપ કારકિર્દી પાછળ સખત રચ્યા પચ્યા રહે છેમ આ સમુદાયના બાળકો દાદા-દાદી સાથે રહેતા નથી અને એટલે બાળકો મોબાઇલ લેપટોપ માં આધુનિક રમતો અને સામાજિક માધ્યમો દ્વારા આનંદ પ્રમોદમાં વધારે રચ્યા પચ્યા રહે છે. કપોળસમુદાયમાં મહદઅંશે બાળકોને પોતાની સંસ્કૃતિ, વિધિઓ, તહેવારોના અર્થ કે સમજણ હોતી નથી. સમુદાયનાં બાળકો હંગામી ધોરણે પોતાને સંતોષી માની બેસે છે અને પરંપરા પર કોઈ ધ્યાન રાખતું નથી. તેઓ જમવામાં બેદરકારી સાથે સ્વાસ્થ્યનું કોઈ પ્રકારે ધ્યાન રાખતા નથી અને શારીરિક પરિશ્રમનો અભાવ મુખ્ય બની જાય છે.બાળકો પોતાના કુટુંબ અને પરંપરા સાથે નાતો જાળવી શકતા નથી. અમુક બાળકોને પોતાના સમુદાયની ઓળખ કે માહિતી પણ હોતી નથી. તેમાંના ઘણાખરા બાળકોને ગુજરાતી પણ લખી-વાંચી શકતા આવડતું નથી. બાળકોને પોતાના મૂળ વતન કે ગોત્રનું પણ જ્ઞાન હોતું નથી. આટલા મહાન સમુદાયમાં રહેવું એવું કોઈ આગવી ઓળખાણ એમના માટે જરૂરી થઈ પડતી નથી. સમય બદલાતા અત્યારે ઘણા ખરા કપોળ સમુદાયને જુનવાણી સાથે સરખાવે છે. ઘણા એવું પણ વિચારે છે કે પોતાના સમુદાય વિશે વિચારવું એ અગત્યનું છે જ નહીં અને નિયમોને તોડવા એ જરૂરી લાગે છે. ઘણા કપોળ સમુદાયોના બાળકો શાકાહારી શુદ્ધ ભોજનની જગ્યાએ માંસાહારી ભોજન સાથે નશાનું સેવન કરી ઘણી કુટેવોનું ઘર કરી બેઠા છે.આ સમુદાયના મા-બાપ અને મુખ્યત્વે માતાઓ આ કારણે હતાશા અનુભવે છે અને વિચારે છે કે પોતાના બાળકો આધુનિકરણના ફસાયા છે અને પોતાની જાતને લાચાર સમજી બેસે છે.
સમસ્યા:
કપોળ સમુદાયના બાળકોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી કેવી રીતે અભ્યાસ, સંસ્કૃતિ અને પોતાના સમુદાય માટેની અગત્યતા સમજાવવી. કપોળ સમુદાયના મા-બાપને કેવી રીતે સમજાવવું કે આપના બાળકો સાથે ખુલ્લા દિલે વાત કરી તેઓને પોતાના કુટુંબ અને સમુદાયના મૂલ્યોનું જતન કરતા શીખવો.
શક્ય હોય તેવા નિરાકરણો અને સૂચનો:
બાળકોને ગુજરાતી શીખવા પ્રોત્સાહિત કરવા, બાળકોને પોતાના જન્મ સ્થળે લઈ જવા, કુટુંબમાં દાદા-દાદી અને સગા-સંબંધીઓ સાથે મુલાકાત યોજવી અને કપોળ સંસ્કૃતિ નું રસપાન કરાવવું.
સાકાર ટ્રસ્ટ મફત સંસાધનો:
કપોળ સમુદાયના સભ્યો અને આગેવાનોને અહીંયા યથા યોગ્ય અને ઉચિત નિવારણ અને સૂચનો સાથે સંસ્થા આવકારે છે.
કુળ ગૌરવ પુસ્તકનું અંગ્રેજીમાં ભાષાંતર.
ચલચિત્રો દ્વારા સામુદાયિક સંસ્કૃતિનું દર્શન કરવું.