અભ્યાસ, નોકરી અને ધંધો – 13 થી 27 વર્ષની હાલની પરિસ્થિતિ:
કપોળ સમુદાયના યુવા મિત્રો કિશોરાવસ્થાની શરૂઆતમાં પોતાની કારકિર્દીને લઈને ખૂબ જ મૂંઝવણ અનુભવતા હોય છે. કયા ક્ષેત્રમાં આગળ વધવું ! વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહમાં આગળ વધવા માટે આ યુવા મિત્રો અભ્યાસ અને સારું પરિણામ મેળવવા માટે ખૂબ જ માનસિક તાણ અનુભવે છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ યોગ્ય નોકરીની શોધ તથા સમાજમાં આગવું સ્થાન મેળવવા તેમજ યોગ્ય જીવનસાથીની પસંદગી પામવા માટે ગળાકાપ હરીફાઇનો સામનો કરે છે. સમયાંતરે ઘણું બધું બદલાઈ જાય છે. એટલે જ યુવાન મિત્રોએ પોતાનું સમાજમાં એક આગવું સ્થાન, મોભો અને પ્રતિષ્ઠા પામવા ઝઝૂમવું પડે છે.
મુખ્ય સમસ્યા:
સમુદાયના કિશોર મિત્રો કેવી રીતે અભ્યાસ નોકરી ધંધામાં સફળતા પ્રાપ્ત કરે?
આપણા સમાજને એવા કયા પરિબળો છે જે એમને પ્રોત્સાહન પૂરું પાડે અને આર્થિક સંબંધિત કલા-લક્ષી બનવામાં મદદરૂપ બને?
શક્ય હોય તેવા નિરાકરણો અને સૂચનો:
સાકાર ટ્રસ્ટ મફત સંસાધનો:
કપોળ સમુદાયના સભ્યો અને આગેવાનોને અહિયા યથા યોગ્ય અને ઉચિત નિવારણ અને સૂચનો સાથે સંસ્થા આવકારે છે.
OpenClearfuture.com સાપ્તાહિક કાર્યક્રમ દરમિયાન આધુનિકરણ વિશે માહિતગાર કરવા.
દુરંદેશી કાર્યક્રમ:
લાંબાગાળાના આધુનિકરણના કાર્યક્રમો માં ફેરફારો ને સમજવા અને એનું અમલીકરણ કરવું. ડિઝાઇન યોર લાઈફ જેમાં કારકિર્દી ને અનુરુપ માર્ગદર્શન ના કાર્યક્રમો માં પણ ભાગ લઈ શકાય.