કપોળ સમુદાયની મુખ્ય સમસ્યા:
નિવૃત્તિ: વય મર્યાદા: 60 થી 90 વર્ષની વ્યક્તિઓની હાલની પરીસ્થિતિ.
મોંઘવારીના કારણે વધતી જતી ખર્ચાળ જીવનશૈલી. લોકો લાંબુ જીવન જીવી રહ્યા છે. દરેક વ્યક્તિ આર્થિક તણાવનો અનુભવ કરી રહ્યું છે. જેથી દરેક વ્યક્તિ એ લાંબા સમય સુધી કાર્યરત રહેવું પડે છે. મુખ્યત્વે વયોવૃદ્ધ લોકો કાં તો એકલતાનો સામનો કરે છે કાં તો એકલા જ જીવન પસાર કરે છે. સમાજમાં જે વયોવૃદ્ધ લોકો છે એ આધુનિક સમયમાં આર્થિક-સામાજિક કે લાગણીશીલ બની પોતાના પૌત્રો પૌત્રીઓ અને સંતાનો પર નિર્ભર રહે છે. તેઓ એમની કાળજી રાખે એવી સાહજિક અપેક્ષા રાખતા હોય છે. અપૂરતી કાળજી અને પ્રેમ ન મળવાથી તેઓ નાસીપાસ થાય છે. આધુનિકતાની સાથે અવનવા રોગ પણ વધ્યા છે. તબીબી સારવાર અને સંભાળનાં ખર્ચાઓ વધી રહ્યા છે. આવનાર ભવિષ્ય વયોવૃદ્ધ માટે કપરો સમય લઈને આવશે અને આર્થિક મુશ્કેલી સાથે બીમારી અને એકલતા નો ભોગ બનશે.
મુખ્ય સમસ્યા:
અત્રે આપણે હાલનાં અને ભવિષ્યના કપોળ વયોવૃદ્ધ લોકોને કઈ રીતે મદદ કરી શકીએ કે જેથી તેઓ પોતાના નિવૃત્તિનાં વર્ષોમાં સમ્માનપૂર્વક, સ્વતંત્ર રીતે, તંદુરસ્ત અને આનંદપૂર્વક જીવન જીવી શકે?
શક્ય હોય તેવા નિરાકરણો અને સૂચનો:
૧. કપોળ સમુદાયના વૃદ્ધો માટે પ્રોત્સાહન મળી રહે એ માટે વૈજ્ઞાનિક અભિગમથી 16/8 નાં તૂટક તૂટક ઉપવાસ, શાકાહારી ભોજન, યોગ, કસરત કરવાથી આરોગ્યને થતા ફાયદા જણાવવામાં આવે.
૨. કપોળ સમુદાય ના વૃદ્ધો ઝૂમ (Zoom) દ્વારા યોગ્ય ભોજન બનાવવાની રીત અને યોગા શીખવવામાં આવે. કપોળ વયોવૃદ્ધને આધુનિક બનવા અને ઝૂમ (Zoom), યુટ્યુબ (Youtube), વ્હોટ્સએપ (Whatsapp) શીખવા પ્રોત્સાહન પુરૂં પાડવું. એ થકી એ લોકોને ઝૂમ (Zoom) પર થતા આવા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે મદદ કરવી.
3.કપોળ સમુદાયના વૃદ્ધો પણ કલાકારો છે (Kapol Seniors Got Talent) એવા કાર્યક્રમો પણ શરૂ કરી શકાય. ઓનલાઇન રમત ગમત, હરીફાઈ, પ્રશ્નોત્તરીની હરીફાઈ શરૂ કરી દરેકને પ્રોત્સાહિત કરી શકાય.
4.કપોળ સમુદાયના સભ્યોને અવનવા શોખ અને સર્જનાત્મક બનવા પ્રોત્સાહન પુરૂં પાડવું. જેમ કે, લખાણ, ચિત્રો દોરવા, નાટ્યસ્પર્ધાઓ, ગાયકી કે જમવાનું બનાવવા ની અવનવી રીત. આવી અમુક વસ્તુ ઓ સમુદાયને આનંદિત કરવામાં મદદરૂપ થાય છે.
સાકાર ટ્રસ્ટ મફત સંસાધનો:
કપોળ સમુદાયના સભ્યો અને આગેવાનોને અહિયા યથા-યોગ્ય અને ઉચિત નિવારણ અને સૂચનો સાથે સંસ્થા આવકારે છે.
કલા આનંદ ગ્રુપ :
તમારી આગવી શૈલી રજૂ કરી પ્રોત્સાહિત કરી ઓનલાઈન નૃત્ય શીખી આ સમુદાયમાં ભાગીદાર બની પોતાની સર્જનાત્મક શક્તિને મેળવી શકે છે.
આરોગ્ય આદર ગ્રુપ :
આ જૂથમાં તમે ભાગ લઈને પોતાના સ્વાસ્થ્ય અને જોમ જુસ્સા માટે યોગ્ય વૈજ્ઞાનિક અભિગમ દર્શાવતું જ્ઞાન લઈ શકો છો. અહીંયા અવનવા આરોગ્યને લગતા પ્રશ્નોનું સચોટ જ્ઞાન આપવામાં આવે છે.
રસમય બોધિ કાર્યક્રમ:
અહીંયા પૌરાણિક સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ કરવો, નવી જીવનશૈલી અપનાવવી અને ધ્યાન અને સાધનાનું અધ્યયન કરવામાં આવે છે.